About
આપ રીયલ એસ્ટેટ વ્યવસાય સાથે સંકળાયેલ છો કે આપ આ વ્યવસાય સાથે જોડાવા માંગતા હોય તો આ "Real Estate Guide" બુક માં આપેલી તમામ માહિતી તમારા માટે ખુબજ કામની અને ફાયદાકારક છે. "Real Estate Guide" માં આપેલી માહિતી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવતા કોઈ પણ વ્યક્તિને જેમ કે ઇન્વેસ્ટર કે બિલ્ડર, સુપરવાઈઝર કે આર્કિટેક્ટ, કોન્ટ્રાક્ટર કે કારીગર આ દરેક લોકો ને કામ બાબતની જરૂરી માહિતી તેમજ કામ કરવાની અને સારું કામ કરવા માટે ચોક્કસ કાર્ય પદ્ધતિ અને રિયલ એસ્ટેટના દરેક કામ માટે જેમ કે પ્રોપર્ટી , ડોક્યુમેન્ટ, પ્લાન, બાંધકામ તેમજ બાંધકામમાં વપરાતાં મટીરીયલની કવોલિટી તેમજ વજન, ગેજ તેમજ માપ ફુટ, વાર, એકરની માહિતી સાથે માર્કેટીંગમાં પણ કામમાં આવે એવી દરેક માહિતી ખાસ તમારા માટે જ તેમજ રીયલ એસ્ટેટ વ્યવસાય ના વિકાસ માટે રીયલ એસ્ટેટ ગાઈડ નામની આ બૂક બનાવી છે. આ બુકને વાંચી, સમજી વિચારીને બુક માં જણાવ્યા મુજબના કામને તમારી કાર્ય પદ્ધતિમાં લાવી કવોલિટીની સાથે સાથે કામનું પ્લાનિગ કરવાની પદ્ધતિના લિસ્ટ મુજબ કામ કરવાથી અને કરેલા કામને ચેક કરવાથી બિન જરૂરી ભાંગતોડ રોકી તમારા સમયની સાથે સાથે નાણાં નું પુરે પૂરું વળતર કેમ લઈ શકાય તેની પૂરતી માહિતી પણ આ બુકમાં છે. આ બુકમાં લખેલી દરેક માહિતી લેખકના વિચાર અને અનુભવ તેમજ માર્કેટ સર્વે મુજબ ટેકનીકલ માહિતી કરતા રીયલ એસ્ટેટ બાંધકામ મટીરીયલ તેમજ સર્વિસ બાબતનું જનરલ નોલેજ સરળ ભાષામાં સામાન્ય વ્યક્તિને સમજાય તે રીતે લખવામાં આવ્યુ છે જે વાંચી, સમજી પદ્ધતિ સાથે કામ કરશો તો તમે તમારા રીયલ એસ્ટેટ કાર્યક્ષેત્રમાં ચોકકસાઈથી સફળતાપુર્વક આગળ વધી શકશો.